" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

ગુજરાત કિસાન સંગઠન

કિસાન મિત્રોમાં વૈચારિક મતભેદ હોવાના લીધે એકતાનો જે અભાવ જોવા મળે છે.આ મતભેદોને દૂર કરી કિસાનોમાં એકતા આવે અને એક મજબૂત સંગઠનના નિર્માણનું કાર્ય ગુજરાત કિસાન સંગઠન કરે છે.દરેક કિસાન મિત્રોમા એક બીજા પ્રત્યે ભાઇચારાની અને એક બીજા ને પરસ્પર મદદરૂપ થવાની ભાવના જન્માવી ને કિસાનોનું થતું શોષણ અટકાવવાનું કાર્ય આ સંગઠન કરે છે.
ગુજરાત કિસાન સંગઠન કિસાનોને વૈચારિક રીતે જોડી ક્યારેય ન તૂટે એવા પરિવારનું નિર્માણ કરશે...
" જય કિસાન "