" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

28 જુલાઈ, 2022

આમ આદમી ના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલ ને ગુજરાત કિસાન સંગઠન નો પત્ર

 આજ કાલ ગુજરાત નુ રાજકારણ બહુ ગર્મ છે. આ વખત ની અગામી ચુટણી મા ત્રણ પક્ષ સક્રીય રીતે ગુજરાત ની જનતા ને વાયદા ને વચનો આપી રહ્યા છે હમણા હમણા રાષ્ટ્રીય લેવલના નેતાઓ ના ગુજરાતમા ચકકરો વધી રહ્યા છે તેવા સમયમા આમ આદમીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવીંદ કેજરીવલ દ્રારા ગુજરાતમા દરેક પરીવાર ને ૩૦૦ યુનિટ સુધી વીજ બીલમા માફી આપવાની વાતો કરવામા આવે છે તેવા સમયે ખેડુતો માટે હજુ સુધી કોઇ યોગ્ય વચનો આપેલ નહી હોવાથી ગુજરાત ના ખેડુતો માટે આપ શુ કરવા માંગે છે ? કે ભવિષ્યમા ખેડુતો માટે કોઇ આયોજન છે કે નથી તે ગુજરાતના ખેડુતો ને ખ્યાલ આવે તેવા હેતુ થી ગુજરાતના ખેડુતો ની આશા મુજબ ની માંગ સાથે નો પત્ર ગુજરાત કિસાન સંગઠને લખ્યો છે . અગામી સમય મા પત્ર નો જવાબ મલ્યે જ ખ્યાલ આવશે કે ગુજરાતના ખેડુતો માટે આમ આદમી પાર્ટી ને કેજરીવાલ ગુજરાતના ખેડુતો માટે શુ કરવા માંગે છે. 

આ લેખ સારો લાગે તો શેર કરવા વિંનતી.. જય કિસાન , જય જગતતાત