આજ કાલ ગુજરાત નુ રાજકારણ બહુ ગર્મ છે. આ વખત ની અગામી ચુટણી મા ત્રણ પક્ષ સક્રીય રીતે ગુજરાત ની જનતા ને વાયદા ને વચનો આપી રહ્યા છે હમણા હમણા રાષ્ટ્રીય લેવલના નેતાઓ ના ગુજરાતમા ચકકરો વધી રહ્યા છે તેવા સમયમા આમ આદમીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવીંદ કેજરીવલ દ્રારા ગુજરાતમા દરેક પરીવાર ને ૩૦૦ યુનિટ સુધી વીજ બીલમા માફી આપવાની વાતો કરવામા આવે છે તેવા સમયે ખેડુતો માટે હજુ સુધી કોઇ યોગ્ય વચનો આપેલ નહી હોવાથી ગુજરાત ના ખેડુતો માટે આપ શુ કરવા માંગે છે ? કે ભવિષ્યમા ખેડુતો માટે કોઇ આયોજન છે કે નથી તે ગુજરાતના ખેડુતો ને ખ્યાલ આવે તેવા હેતુ થી ગુજરાતના ખેડુતો ની આશા મુજબ ની માંગ સાથે નો પત્ર ગુજરાત કિસાન સંગઠને લખ્યો છે . અગામી સમય મા પત્ર નો જવાબ મલ્યે જ ખ્યાલ આવશે કે ગુજરાતના ખેડુતો માટે આમ આદમી પાર્ટી ને કેજરીવાલ ગુજરાતના ખેડુતો માટે શુ કરવા માંગે છે.
આ લેખ સારો લાગે તો શેર કરવા વિંનતી.. જય કિસાન , જય જગતતાત