" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

28 સપ્ટેમ્બર, 2016


ચોમાસાનો વરસાદ એકદરે દરેક જગ્યાએ ઓછો થયો છે તેના લીધે ગુજરાતના ધણા બધ્ધા ખેડુત મિત્રો ને જેને પાણીની સગવડતા નથી તેવો ને ચોમાસી ખેતીનો પાક મા ભરપુર નુકશાની આવેલ છે તેવા સમયમા સરકાર કે વિરોધપક્ષ વોટ બેંકની રાજનીતીમા મશ્ગુલ છે પરંતુ આપણે કિસાનો માટે કોઇને પણ વિચારવાનો સમય નથી તો મિત્રો આપડે જ આપડા ભાગ્યવિધાતા બની સરકાર જોડે પાકવીમાની માંગણી કરીએ ને આપણે જ આપણા ઉધ્ધારક બની આપણે જાતે અરજી કરીએ કે અમોના ખેતરમા નુકશાની છે તો તાત્કાલીક ધોરણે સર્વે કરી અમોને વિમાનુ વડતર આપો જે ભીખ નથી પણ આપણે ભરેલ પ્રીમયમ પછી મળવા પાત્ર હક્ક છે તો આપણા હક્કની માંગણી કરીએ બાકી આ ખેડુત વિરોધીઓ ને આપણી જોડે થી જેને વિમો લેવો ન હતો તેનુ પણ પ્રીમયમ વસુલ કરેલ છે હવે દેવાનુ થયુ તો દેવાની ઇચ્છા નથી તો આપણે આપણા હક્કની માંગણી કરો જે કિસાન મિત્રો અરજી કરે તે મિત્રો એક કોપી સંગઠન ને મોકલો જેથી તમોનુ સર્વેનુ કામ જલ્દી કરાવી શકાય
આ બાબતની વધુ માહીતી માટે હેલ્પ લાઇન નો ઉપયોગ કરી શકો છો તો તમો ફોન કરી માહીતી મેળવી આગળ વધો 

ગુજરાત કિસાન સંગઠન હેલ્પલાઇન નંબર :- ૮૧૫૪૯૪૯૪૯૧
www.jagattat.org

https://www.facebook.com/gujaratkishansangathan/
ઉપરની લિંક ખોલી વધુ માહીતી સંસ્થા બાબતની મેળવી શકો છો
જય જવાન , જય કિસાન